હળવાસની પળો

—————-

બેસતા કરી દીઘા!

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે, ‘
સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

‘લેક્સસ’ ને‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે?
‘ઇલેક્ટી્રક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!

—————-

આ છોકરીઓ ગજબની ચીજ છે

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ, આઘેથી જુઓ તો ઇદ છે !
આ છોકરીઓ …આંખો જાણે કે એની હેલોજન લાઇટ, અને નજરો જાણે કે એની ચાકુ,
બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે, ઘોડા પર ચંબલનો ડાકુ !
એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ, ને એક રીતે જુઓ તો કીક છે !
આ છોકરીઓ …

ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે, ને વાળ એના ખરતાં તો રોતી,
અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે, હું પેલા આવી તો ન્હોતી !
ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ, જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે!
આ છોકરીઓ ….

એની કોઇ બહેનપણી સાથે હું બોલું, તો એને દિલ પડતાં ઉઝરડાં,
મારે તો શું ! હું તો હાંઇકે રાખું, વગર દોરીના ફેરવું ભમરડાં !
રહેવા દે ભઇલા, એ એમ નહિ માને, એને રાજી કરવાની એક રીત છે.
આ છોકરીઓ ….

—————-

હે ક્રીષ્ન

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

—————-

આજનું શિક્ષણ

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’
સાચ્ચું કહું છું ‘બૉસ’ આપણને વાત જરાય ના ગમી.પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેંડશિપ કરે, ને સાંજ પડતામાં કટ્ટી.

ઘર સ્કૂલમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન(દો-નેશન).
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે SICK ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ?
મા સરસ્વતી ! ત્રાહિમામ્ !ત્રાહિમામ્ !ત્રાહિમામ.

————————————————————————————————

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s